sufikatha:Hazrat Rabiya Basri

હઝરત રાબીયા બસરીના હાજરજવાબી સ્વભાવની સાક્ષી પૂરતા અનેક કિસ્સાઓ પ્રચલિત છે.તેમના જવાબોની ખૂબી માત્ર જવાબ આપવા પુરતી સીમિત ન હતી.પણ આપના જવાબોમાં ઈબાદત દ્વારા આપે મેળવેલ જ્ઞાન પણ નીતરતું હતું.એક વખત એક શખ્સે માથા પર પટ્ટી બાંધી હતી.તેને જોઈ આપે પટ્ટી બાંધવાનું કારણ પૂછ્યું . પેલાએ કહ્યું ,
“મારું માથું દુઃખે છે.”
આપે ફરમાવ્યું ,
“તારી ઉંમર કેટલી થઈ?”
પેલાએ કહ્યું , ” ત્રીસ ”
આપે ફરમાવ્યું ,
“તે ત્રીસ વર્ષની ઉંમરમાં ખુદાએ બક્ષેલ તન્દુરસ્તીનો શુક્ર અદા કરતી પટ્ટી ક્યારેય બાંધી છે? અને આજે એક દિવસના માથાના દુખાવામાં શિકાયતની પટ્ટી બાંધીને બધાને દેખાડ્યા કરે છે.”



error: Content is protected !!