Categories: Uncategorized

Islam & Mahatma Gandhiji

એકેશ્વરવાદ અને બંધુત્વ ઇસ્લામની હિંદુસ્તાનને દેન છે : ગાંધીજી

ડો. મહેબૂબ દેસાઈ

૨ ઓકટોબર એટલે પૃથ્વી પર મોહનદાસ કરમચંદ ગાંધીનું આગમન. ‘મોહન’માંથી ‘મહાત્મા’ બનતા પૂર્વે ગાંધીજી અનેક સામાજિક-રાજકીય સમસ્યાઓ, સંઘર્ષો, યાતનાઓમાંથી પસાર થયા હતા. એ તમામનો ઉકેલ માત્ર સત્ય અને અહિંસાના માર્ગે જ તેમણે આપ્યો હતો. ગાંધીજી દરેક ધર્મના અભ્યાસુ હતા. ઇસ્લામ અંગે પણ તેમની ડી સમજ હતી. આજે ઇસ્લામ અંગે પ્રવર્તતી ગેરસમજૉનો ઉકેલ ગાંધીજીના ઇસ્લામ અંગેના વિચારોમાં દેખાય છે. ઇસ્લામને તેના કહેવાતા તજ્જ્ઞો જે રીતે સમજયા હતા, તેથી કદાચ વધુ હકારાત્મક ¼ષ્ટિએ ગાંધીજીએ પોતાના વિચારોમાં ઇસ્લામને વ્યકત કરેલ છે. આજે એ થોડા વિચારોનું આચમન કરવાનો ઉદ્દેશ છે.

‘હું ઇસ્લામને પણ ખિ્રસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ જ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી, પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.’ નવજીવન, ૨૩-૧-૧૯૨૭ પૃ ૧૬૪

‘ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સૌ માટે માણસ માત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કòતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ છે કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઈશ્વર સિવાય કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વ્યવહારુ હિંદુ ધર્મ નથી એ બિના ના પાડી શકાય તેવી નથી.’ અક્ષરદેહ – ૪૦ પૃ. ૫૭

ઇસ્લામ તલવારના જૉરે પ્રચાર પામ્યો છે તેવી માન્યતા આજે પણ દૃઢ બનતી જાય છે. ગાંધીજી એ અંગે લખે છે.

‘ધર્મપરિવર્તન માટે બળ વાપરવાનું યોગ્ય ઠરાવે એવું કુરાનમાં કશું જ નથી. આ પવિત્રગ્રંથ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ‘ધર્મમાં કોઈ બળજબરી હોઈ શકે નહીં.’ પયગંબર સાહેબનું સમસ્ત જીવન ધર્મમાં બળજબરીના એક ઇનકાર જેવું છે. કોઈ પણ મુસલમાને બળજબરીને ટેકો આપ્યાનું મારી જાણમાં નથી. ઇસ્લામને જૉ તેના પ્રચાર માટે બળજબરી પર આધાર રાખવો પડતો હોય તો તે એક વિશ્વધર્મ ગણાતો મટી જશે.’ અક્ષરદેહ – ૨૧, પૃ. ૧૯૫-૧૯૬

ગાંધીજીએ વારંવાર સ્વીકાર્યું હતું કે તેમણે કુરાને શરીફનું અઘ્યયન કર્યું છે. કુરાને શરીફમાં અહિંસાના વિચારને પ્રાધાન્ય આપ્યાનું પણ તેમણે પોતાના લખાણોમાં સ્વીકારેલ છે ગાંધીજી લખે છે, ‘કુરાને શરીફ મેં એકથી વધુ વેળા વાંરયું છે. મારો ધર્મ આ દુનિયાના બધા મહાન ધર્મોમાં જે કંઈ સારું છે તે લેવાની અને પચાવવાની અનુકૂળતા આપે છે. બલકે તેમ કરવાની મારા પર ફરજ પાડે છે.’ હરિજનબંધુ ૨૯-૧૦-૧૯૩૯ પૃ.૨૭૧

‘હું ઇસ્લામને જરૂર એક ઇશ્વર પ્રેરિત ધર્મ માનું છું તેથી કુરાને શરીફને પણ ઇશ્વરપ્રેરિત માનું છું. તેમ જ મહંમદ સાહેબને એક પયંગબર માનું છું.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૩

‘હું એવા અભિપ્રાય ઉપર આવ્યો છું કે કુરાને શરીફનો ઉપદેશ મૂળમાં જોતાં અહિંસાની તરફદારી કરનારો છે. એય કહ્યું છે કે અહિંસા એ હિંસા કરતાં બહેતર છે. અહિંસાનું આચરણ ફરજ સમજીને કરવાનો તેમાં આદેશ છે. હિંસાની માત્ર જરૂર તરીકે છૂટ મૂકી છે એટલું જ.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૨

કેટલાક મુસ્લિમ મિત્રો મને સંભળાવે છે કે મુસલમાનો નિર્ભેળ અહિંસાને કદી સ્વીકારશે નહીં. તેમના કહેવા મુજબ મુસલમાનોને મન હિંસા એ અહિંસાના જેટલી જ ધમ્ર્ય તેમજ આવશ્યક છે. સંજૉગો અનુસાર બેમાંથી ગમે તે વડે કામ લેવાય. બેઉ માર્ગની ધમ્ર્યતા, પુરવાર કરવાને સારુ કુરાને શરીફનો ટેકો ટાંકવાની જરૂર નથી. એ માર્ગે તો દુનિયા અનાદિકાળથી ચાલતી આવેલી છે. વળી, દુનિયામાં નિર્ભેળ હિંસા જેવી કોઈ વસ્તુ નથી. લટું ઘણા મુસલમાન મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે, કે કુરાને શરીફમાં અહિંસાના આચરણનો આદેશ છે. એમાં વેર કરતાં સબ્ર (સહનશીલતા)નેે શ્રેષ્ઠ ગણી છે. ખુદ ઇસ્લામ શબ્દનો જ અર્થ શાંતિ એટલે કે અહિંસા છે. હરિજનબંધુ ૮-૧૦-૧૯૩૯ પૃ.૨૪૬

‘ઇસ્લામ માનવજાતના બંધુત્વ અને એકતાને માટે ખડો છે. માનવવંશની એકતાને છિન્નભિન્ન કરી નાંખવાનો તેનો ઉપદેશ નથી. તેથી, જે લોકો હિંદુસ્તાનને ઘણું ખરું પરસ્પર લડતા ઝઘડતા સમૂહોમાં વહેંચી નાંખવા માગે છે. તે લોકો હિન્દુસ્તાનના તેમજ ઇસ્લામના વેરી છે.’ હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬, પૃ. ૩૫૭

ગાંધીજીનું ઉપરોકત છેલ્લું વિધાન આજે ઇસ્લામના નામે જેહાદ કરી, ઇસ્લામને બદનામ કરનારાઓ તરફ આંગળી ચીંધે છે. શાંતિ, સમર્પણ, ત્યાગ, બલિદાન જેવા આદર્શોથી ભરપૂર એવા ઇસ્લામ અંગેના ગાંધીજીના વિચારો સાચે જ ઇસ્લામને ઓળખનાર સંત જેવા છે. ઇસ્લામનું આવું સાચું સ્વરૂપ આજે જુદાં જુદાં માઘ્યમો દ્વારા આમસમાજ સુધી મુકાશે તો, અત્યંત ગેરસમજૉથી ભરપૂર ઇસ્લામ અંગે થોડી પણ ગેરસમજો દૂર કરી શકાશે.

Mehboob Desai

Recent Posts

Keep It Personal: Using GPT for Smooth Girlfriend Conversations in English

Keep It Personal: Using GPT for Smooth Girlfriend Conversations in English Contents AI Chatbots and…

3 weeks ago

Casino NightLuck Promotion Code | Play Casino Online in the UK

Casino NightLuck Promotion Code | Play Casino Online in the UK Contents How to Apply…

4 weeks ago

Why the Writing on https://fapwise.live/ Reads Less Scripted Than the Rest

Why the Writing on https://fapwise.live/ Reads Less Scripted Than the Rest Table Why the Writing…

1 month ago

Онлайн платформата NV Casino: Пълен преглед на хазартното изживяване

Общ преглед Игрално разнообразие Бонуси и промоции Сигурност и лицензиране Истории на победители ЧЗВ Кратко…

3 months ago

Kako delujejo igre z živimi delivci v igralnicah

Kako delujejo igre z živimi delivci v igralnicah Igre z živimi delivci so postale ena…

3 months ago

Kasino spil med de højeste udbetalingsprocenter

Kasino spil med de højeste udbetalingsprocenter Når man søger at maksimere sine gevinster i kasino,…

4 months ago