પ . અભિનંદન ગ્રંથ :
“ડૉ. મહેબૂબ દેસાઈ : વ્યક્તિત્વ અને વાડમય”
સંપાદકો : પ્રા.એમ. જે. પરમાર. ડૉ.લક્ષમણ વાઢેર,ડૉ. અરુણ વાઘેલા.
પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ. ૨૦૧૨ ઓક્ટોબર.
કોલમ લેખન :
ગુજરાતના મોટા ભાગના અગ્ર વર્તમાન પત્રો ફૂલછાબ,જય હિન્દ, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવ,અને દિવ્ય ભાસ્કરમા ઇતિહાસ અને ઇસ્લામની કોલમ લખી છે.
૧. ગુજરાતના લોકપ્રિય દૈનિક “દિવ્ય ભાસ્કર”મા “રાહે રોશન” નામક કોલમ દર સોમવારે.
૨. ગુજરાતના જાણીતા સામાયિક “કુમાર” માં કોલમ લેખન “ગાંધીજીને અપાયેલા માનપત્રો”
૩. સૌરાષ્ટ્રના જાણીતા દૈનિક “ફૂલછાબ” માં “સૂફીકથા” કોલમ લેખન દર બુધવારે.
સંપર્ક સુત્રો :
- કાર્યાલય : પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મ.દે.મહા વિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ફોન : ૦૭૯ ૪૦૦૧૬૨૭૭
- નિવાસ : ૩૦૧, રોયલ અકબર રેસીડેન્સી, રોયલ અકબર ટાવર પાસે, સરખેજ રોડ,અમદાવાદ, ૩૮૦૦૫૫.
નિવાસ : ૦૭૯ ૨૬૮૨૧૪૮૨,
મોબાઈલ : ૦૯૮૨૫૧૧૪૮૪૮
ઈમેલ : mehboobudesai@gmail.com
બ્લોગ : 1. http://mehboobudesai.wordpress.com
બ્લોગ : 2. http://mehboobdesai.blogspot.in/
પ્રોફે. ડૉ. મહેબૂબ દેસાઈ
પ્રોફે. ડૉ.મહેબૂબ દેસાઈ લબ્ધ પ્રતિષ્ઠિત યુવા શોધકર્તા છે. એમને હું વર્ષોથી ઓળખું છું. એમના વિશે મને ઊંચો અભિપ્રાય છે. એમણે ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષત્રે ઘણા કિંમતી છે. એમાં એમની વિદ્વતા, અભ્યાસ નિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દ્રશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરામાર્જીત છે. તથા ભારતીય સંસ્કૃતિ,સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે.
ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા એઓ બજાવી રહ્યા છે.એ મારે મન આનંદનો વિષય છે. આ ઉપરાંત એ ઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે છે એ સરાહનીય છે.
અમદાવાદ કેશવરામ કા. શાસ્ત્રી
તા.૧૫-૧૧-૧૯૯૫