ધંધુકાના સુન્ની મુસ્લિમ દેસાઈ”: ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતમાં મુસ્લિમ શાસકોના આગમન પૂર્વે પણ આરબ વેપારીઓનો ગુજરાતના દરિયા કિનારા સાથેનો સંપર્ક જળવાઈ રહ્યો હતો.ખંભાત અમે ઘોઘા જેવા પ્રાચીન બંદરો પર આરબ વેપારીઓ જહાંજોમાં માલ ભરીને આવતા. આવા વેપારીઓને કારણે જ ગુજરાતના બંદરો ઉપર ઇસ્લામિક સંસ્કૃતિ અને સભ્યતાનો પ્રચાર છેક પ્રાચીન સમયથી થયો હતો. તેનું ઉમદા દ્રષ્ટાંત ઘોઘામાં આવેલ આઠમી સદીની સૌથી પ્રાચીન મસ્જિત છે. જે આજે પણ પ્રાચીન સમયના હિંદુ-મુસ્લિમ સંબંધોની યાદ આપતી ખંડેર હાલતમાં હયાત છે. એ દરમિયાન મુસ્લિમ સંતો અને મુસ્લિમ શાસકોએ ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોને સહારે ઇસ્લામનો ફેલાવો ગુજરાતમાં કર્યો હતો. પરિણામે ગુજરાતમાં અનેક જાતિઓએ  સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. તેમાં સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કરનાર “દેસાઈ”અટક ધરાવતા ધંધુકાના મુસ્લિમ સુન્ની વહોરાઓ નોંધપાત્ર છે.

મુસ્લિમ દેસાઈ અટકને આજે પણ હિંદુ સમાજ અચરજની નજરે જુએ છે. કારણે કે મુસ્લિમ સમાજમાં “દેસાઈ” અટક મોટે ભાગે જોવા મળતી નથી.તેથી તેઓ આવી દેસાઈ અટક ધરાવતા મુસ્લિમોને વટાળવૃતિનો ભોગ બનેલા હિંદુઓ તરીકે ઓળખે છે. પણ તે સાચું નથી. વટાળવૃતિમાં ભય અને બળનું તત્વ સમાયેલું હોય છે. જયારે સ્વેચ્છાએ ઇસ્લામ અંગીકાર કરવામાં ઇસ્લામ પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત થાય છે. ઐતિહાસિક આધારોએ સિદ્ધ કર્યું છે કે દેસાઈઓએ સ્વેચ્છિક રીતે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. દેસાઈ અટકની ઉત્પતિ અંગે ઇતિહાસમાં કોઈ સ્પષ્ટ નિર્દેશો જોવા મળતા નથી.પણ તેના શબ્દાર્થને ધ્યાનમાં રાખી તેનું અર્થઘટન કરવામાં આવેલ છે. એ મુજબ “દેસાઈ”નો અર્થ રાજ્યની સેવા બદલ રાજ્યેએ આપેલ બક્ષિશનો માલિક. અથવા રાજ્યની સેવા બદલ રાજ્ય દ્વારા મળતું વર્ષાસન. એ સંદર્ભે દેસાઈ અટક દેસાઈ સમાજના મુસ્લિમ શાસકો સાથેના મીઠાં સંબધો સૂચવે છે. ટૂંકમાં રાજ્ય તરફથી મળેલ બક્ષિશ કે વર્ષાસન મેળવનારને દેસાઈ કહેવામાં આવતા.મોઘલ સમયમાં આવી દેસાઈગીરી મેળવનારા મુસ્લિમો અસ્તિત્વમાં આવ્યા હતા. “દેસાઈગીરી” મેળવનારા પ્રજાએ મોઘલ બાદશાહ જહાંગીરના સમયમાં ઇસ્લામનો સ્વેછીક અંગીકાર કર્યાના આધારો સાંપડે છે.

ઈ.સ. ૧૬૧૭ના ડિસેમ્બર માસમાં જહાંગીર ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. ઈ.સ. ૧૬૧૭ ડીસેમ્બર થી ઈ.સ. ૧૬૧૮ ઓક્ટોબર સુધી તે ગુજરાતમાં રોકાયો હતો.તેની સાથે શાહજહાંની બેગમ મુમતાઝ પણ ગુજરાતમાં આવી હતી. જેણે ૨૪ ઓક્ટોબર ૧૬૧૮ના રોજ ઔરંગઝેબને જન્મ આપ્યો હતો.

બાદશાહ જહાંગીરના ગુજરાતમાં રોકાણ દરમિયાન તેણે રાજ્યના અનેક વફાદાર સેવકોની સેવાને બિરદાવી તેમને જાગીરો, જમીનો તથા ઇનામ ઇકરામ આપ્યા હતા. એટલે કે તેમને “દેસાઈગીરી” બક્ષી હતી. આ દેસાઈગીરી મેળવનારા કેટલાક લોકોએ જહાંગીરની મહોબ્બત અને ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. એ રીતે સુન્ની વહોરા સંપ્રદાયના “દેસાઈ”ઓ અસ્તિત્વમાં આવ્યા હતા. ગુજરાતના મુસ્લિમો પર ઊંડું સંશોધન કરનાર શ્રી કરીમમહમંદ માસ્તર તેમના પુસ્તક “મહા ગુજરાતના મુસલમાનો”માં નોંધે છે,

“ધંધુકા, કાવી અને જંબુસરના કેટલાક સુન્ની વહોરાઓ મૂળ “રાવળિયા” હતા.”

રાવળિયા એટલે રાજકીય સબંધ ધરાવનાર. રાવળિયા શબ્દ પરથી રાવલ શબ્દ ઉતરી આવ્યો છે. દેસાઈઓ મુસ્લિમ શાશકોના વફાદાર સેવકો હતા. એટલે જ મુસ્લિમ શાસકોએ તેમને ઇનામ-ઇકરામ આપી દેસાઈગીરી આપી હતી. એ બાબત દેસાઈઓના મુસ્લિમ શાસકો સાથે મીઠાં રાજકીય સબંધો વ્યક્ત કરે છે. પરિણામે તેમને રાવળિયા કહેવામાં આવ્યા હતા.

શ્રી કરીમમહંમદ માસ્તર દેસાઈ આ અંગે આગળ લખતા કહે છે,

“ધંધુકામાં દેસાઈની અટક ધરાવતા કેટલાક સુન્ની વહોરા કુટુંબો ગામડાના સમાન્ય વહોરાથી નિરાલા છે. અલગ છે. દેસાઈ કુટુંબના મૂળ પુરુષ રાજપૂત હતા અને જહાંગીર બાદશાહના વખતમાં સ્વેચ્છાએ મુસ્લિમ થયા હતા.બાદશાહની એ વખતની સનદ હજુ તેમના કુટુંબોએ જાળવી રાખી છે.”

 દેસાઈ સુન્ની વહોરાઓના રીતરીવાજો, પહેરવેશ અને ભાષા પર ગુજરાતીપણાની ઘાડ અસર જોવા મળે છે. જેમાં તેમના ગુજરાત પ્રદેશ સાથેના મૂળભૂત સંસ્કારો જોઈ શકાય છે. દેસાઈઓ ઘરમાં ગુજરાતી ભાષા જ બોલે છે. તેમના પહેરવેશમાં સ્ત્રીઓ મોટે ભાગે સાડી પહરે છે. જયારે પુરુષો સામાન્ય ગુજરાતી પોષકને પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત દેસાઈના લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી સંસ્કારો જોવા મળે છે. જેમ કે ઇસ્લામમાં મામેરું વગાડવાનો રીવાજ નથી. પણ દેસાઈઓના લગ્નમાં તે જોવા મળે છે. દેસાઈઓ મોટે ભાગે લગ્ન સબંધો દેસાઈઓમાં જ કરવાનું પસંદ કરે છે.  તેઓ મોટે ભાગે કન્યા બહારથી લાવતા નથી કે કન્યા બહાર આપતા નથી. જો કે બદલાયેલા આધુનિક સમયમાં આ નિયમને દેસાઈઓ વળગી રહ્યા નથી.મલેક, શેખ વહોરા જેવી મુસ્લિમ જાતિઓમાં લગ્ન સંબધો બાંધવાનો સિલસિલો હવે શરુ થયો છે.

કરીમ મહંમદ માસ્તર આગળ લખે છે,

“એક વર્ગ તરીકે તેમનું ભાવી ઉજળું છે. તેમનામાં કેટલાક તેમના છોકરાઓને અંગ્રેજી કેળવણી આપતા થયા છે. હવે તો એ સમાજમાં યુનિવર્સિટીની દરેક પદવી ધરાવતા યુવક યુવતીઓ જોવા મળે છે”

આજે તો દેસાઈ કુટુંબમાં શિક્ષણનું પ્રમાણ સ્ત્રી અને પુરુષો બંનેમાં એંસી ટકા જેટલું વધ્યું છે.દેસાઈઓની આજની પેઢીમાં શિક્ષિત વેપારીઓ, દાક્તરો, વકીલો, શિક્ષકો, પ્રોફેસરો, સરકારી કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓનો મોટો ફાલ જોવા મળે છે. ધંધુકા જેવું નાનકડું ગામ છોડીને ગુજરાતના મોટા ભાગના શહેરોમાં વસેલા દેસાઈઓ આજે પોતાના સમાજ સાથે રાજ્ય અને રાષ્ટ્રની સેવામાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

(તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અભિનંદન ગ્રંથ “ડો. મહેબૂબ દેસાઈ :વ્યક્તિત્વ અને વાડ્મય”સંપાદકો : એમ. જે. પરમાર અને અન્ય, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદમાંથી સાભાર)



5 Comments

  • જિગીષ

    દેસાઈ સાહેબ,
    આપનો બ્લોગ ખરેખર વાંચવો ગમે છે….મારી નિમ્નલિખિત ટિપ્પણીને વાદ-વિવાદ નહિ પણ ચર્ચાની નજરે જોવા વિનંતી છે. આપે જણાવ્યું કે “ઐતિહાસિક આધારોએ સિદ્ધ કર્યું છે કે દેસાઈઓએ સ્વેચ્છિક રીતે ઇસ્લામ અંગીકાર કર્યો હતો.”….કૃપા કરીને આ વિષે જરા ઊંડાણથી જણાવો….મારા મત મુજબ તાર્કિક રીતે જોતા આ વાતમાં કેટલું તથ્ય છે એ એક ચર્ચાનો વિષય છે….. જરા મારી,(એક હિન્દુની) નજરથી જુઓ…. જે (હિંદુ) ધર્મના પાયામાં અહિંસા અને શાકાહાર હજારો વર્ષોની પેઢીઓથી ચાલ્યો આવતો હોય, જેના અનુયાયીઓને આજે પણ લોહી માત્ર જોઈને ઉબકા/ઉલટી/ચક્કર આવતા હોય અને જેઓ એ જમાનામાં મુસલમાનોને હળવા-મળવાનું તો દૂર, આંખમાં આંખ મેળવીને વાત પણ ના કરતાં હોય એવા મૂળભૂત હિંદુ દેસાઈઓ સ્વેચ્છાએ માંસાહારનો આગ્રહી એવો ઇસ્લામ પંથ સ્વીકાર્યો હોય એ ગળે ઉતરતું નથી… અને છતાંય જો આપની પાસે વાંચવા યોગ્ય સાહિત્ય હોય તો એ વાંચીને હું મારો અભિપ્ર્રાય બદલવા તૈયાર છું…ઇસ્લામમાં ચોક્કસ બીજી ઘણી સારી શીખવા યોગ્ય વાતો છે જેના લીધે દેસાઈઓ આકર્ષાયા હોઈ શકે એની ના નથી. અને કદાચ એવું પણ બને કે શરૂઆતમાં શાકાહાર જાળવીને પણ મુસલમાન બન્યા હોય અને પેઢીઓ સાથે ધીમે ધીમે શાકાહાર પણ છૂટી ગયો હોય…. રસપ્રદ વિષય છે, અમદાવાદ આવીશ ત્યારે આપને મળવા ચોક્કસ આવીશ….હાલો ત્યારે રામ રામ….As-salamu alaykum

    • જીગીશભાઈ,
      આપના વિચાર દલીલની દ્રષ્ટિએ સાચો લાગે. પણ તે સંપૂર્ણ તથ્ય નથી.આહાર, વિહાર અને ભોજન એને ધર્મ સાથે જોડવા બરાબર નથી.ભારતના ૮૦ ટકા હિંદુઓ શાકાહારી નથી.મહારાષ્ટ્ર, બંગાળ અને મદ્રાસ પ્રાંતોમાં હિંદુઓ માંસાહારી છે. ભોજન એ ભોગોલીક પરીસ્થિત પર આધારિત છે. માત્ર ગુજરાતમાં તેને ધર્મ સાથે જોડવામાં આવે છે. આ અંગે વિગતે રૂબરૂમાં વાત કરીશું.
      મહેબૂબ દેસાઈ

    • aap bhartma aavo tayre rubru vat karishu . aabhar.

  • જિગીષ

    દેસાઈ સાહેબ,

    ભારત ક્યારે આવીશ નક્કી નથી માટે હાલમાં ચર્ચા અહીં જ ચાલુ રાખીએ. હું તમારા દરેક વાક્યનો ઉત્તર આપવા માંગું છું.

    ૧) “આહાર, વિહાર અને ભોજન એને ધર્મ સાથે જોડવા બરાબર નથી.”….
    દેસાઈ સાહેબ, જેમ આતંકવાદ/ત્રાસવાદને ઇસ્લામ સાથે જોડવો યોગ્ય નથી બરાબર એજ રીતે, આહારને હિંદુ ધર્મથી અલગ કરવો યોગ્ય નથી….હા, તમારી વાત સાચી છે કે ઘણા હિંદુઓ માંસાહારી હોય છે પણ હિંદુ શાસ્ત્રો/વેદિક પરંપરા મુજબ તેઓ સાચા હિંદુ નથી..બરાબર એજ રીતે જેમ કે પાકિસ્તાની અજમલ કસાબ એક સાચો મુસલમાન નથી….હું અહીં વિદેશમાં ભારતના દરેક રાજ્યમાં વસતા હિન્દુઓને મળ્યો છું અને બધે જ સાચા/ચુસ્ત હિંદુઓ માંસાહારથી જોજનો દૂર રહે છે…એ માત્ર ગુજરાત સુધી સીમિત નથી….રાજસ્થાન, હરિયાણા, પંજાબ,આંધ્ર પ્રદેશ, તામિળનાડુ, કેરાળા,કર્ણાટક, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, હું તમને એકેએક રાજ્યમાં રહેલા સાચા હિંદુઓ સાથે ઓળખાણ કરાવી શકું….

    ૨) “ભારતના ૮૦ ટકા હિંદુઓ શાકાહારી નથી.મહારાષ્ટ્ર, બંગાળ અને મદ્રાસ પ્રાંતોમાં હિંદુઓ માંસાહારી છે.”…
    મારી પાસે બધી જ માહિતી/ટકાવારી ઉપલબ્ધ છે. ૨૦૧૧માં થયેલી ભારતની જન-ગણના મુજબ ભારતમાં કુલ ૮૩ કરોડ હિંદુઓ છે, અને તમે એમ કહેતા હો કે ૮૩ કરોડના ૮૦ ટકા એટલે કે ૬૭ કરોડ હિંદુઓ માંસાહારી છે તો એ ચોક્કસ અતિ-અતિશયોક્તિ છે. બીજું કે મહારાષ્ટ્રમાં લાખો/કરોડો મરાઠીઓ જેઓ શિવાજીના વારસ હોવાના ગર્વ સાથે જીવે છે તેઓ ચુસ્ત શિવ-ભક્તો છે. માંસાહારનો તો સવાલ જ ઉભો થતો નથી…મદ્રાસમાં સૌથી ઉચ્ચ કોટીના બ્રાહ્મણો રહે છે અને માંસાહાર તો દૂર તેઓ લાલ રંગના ફળ/શાક પણ ખાતા નથી…અને હું આવા લોકોને અંગત રીતે ઓળખું છું….હા. બંગાળમાં કોમ્યુનિસ્ટોએ હિન્દુઓના મગજ ખરાબ/ભ્રષ્ટ કરી નાખ્યાં છે એ વાત સાચી….

    ૩)”ભોજન એ ભોગોલીક પરીસ્થિત પર આધારિત છે”…
    આ વાત કંઇક અંશે સાચી છે, પણ સંપૂર્ણ સાચી નથી….દાખલા તરીકે, જો લોકો એમ કહેતાં હોય કે બંગાળ દરિયા કિનારા નજીક છે એટલે ત્યાંના હિન્દુઓના આહારમાં માછલાં મુખ્ય છે, તો એમ તો ગુજરાત પણ દરિયા કિનારે છે તો શું ગુજરાતના બધા હિંદુઓ માછલાં ખાય છે????

    સો વાતની એક વાત — શાકાહાર હિંદુ ધર્મ/હિન્દુત્વનું અભિન્ન અંગ છે…બિન-હિંદુઓ સ્વીકારે કે ના સ્વીકારે, સાચા હિંદુઓ તો આ વાતને સ્વીકારે જ છે.

Comments are closed.

error: Content is protected !!