મોઘલ બાદશાહ અકબરના નીકટના માર્ગદર્શક બહેરામ ખાનને ત્યાં ૧૭ ડીસેમ્બર ૧૫૫૬ના રોજ જન્મેલ અબ્દૂલ રહીમ ખાનખાનાના આધ્યાત્મિક દોહાઓ ગાગરમાં સાગર સમાન છે. ઈ.સ. ૧૫૬૧મા હજયાત્રાએ જતા માર્ગમાં પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં સ્નાન કરી બહાર આવતા સમયે અફઘાન સરદાર મુબારક ખાને પિતા બેહરામ ખાનની પીઠ પાછળ ખંજર મારી હત્યા કરી. એ સમયે રહીમની ઉંમર પાંચ વર્ષની હતી. પરિણામે બાળક રહીમ માટે જિંદગીના ચઢાણો કપરા બન્યા. એકાદ વર્ષાના કપરા રઝળત પાટ અને સંઘર્ષ પછી રહીમને અકબરની પનાહ સાંપડી. અને અકબરે રહીમનું શિક્ષણ અને પાલન પોષણ એક શાહજાદા જેમ કર્યું. જિંદગીના સારા નરસા પાસાઓથી વાકેફ રહીમના વિચારો નાનપણથી ઘણાં સંતુલિત હતા. અકબર તેનાથી અત્યંત પ્રભાવિત હતો.
રહીમના નૈતિક અને આધ્યત્મિક દોહાઓ સામાન્ય માનવીને પારકા-પોતાના, ઊંચ-નીચ અને સત્ય અને અસત્યને સમજવામા સાચો માર્ગ ચીંધે છે. રહીમની જિંદગીમા એક બાજુ તલવારની ચમક હતી તો,બીજી બાજુ રાજકારણના આટાપાટા. આમ છતાં તેમના દુહાઓમાં કોઈ સૂફી સાધકની સાધન દ્રષ્ટિગોચર થાય છે. ધર્મ અંગેના રહીમના વિચાર ઘણાં પર્માંર્જીત હતા.તેમના પિતા બહેરામ ખાન તુર્કના શિયા હતા, જ્યારે માતા સુન્ની હતા. જ્યારે રહીમ ઇસ્લામના શિયા અને સુન્નીના ભેદોથી સંપૂર્ણ પર હતા. તેમના દોહામા કોઈ એક ધર્મની વિભાવના કરતા મુલ્યનિષ્ટ માનવધર્મ વિશેષ વ્યકત થાય છે. વળી,તેમના દોહાઓમા વ્યક્ત થતો વિચાર અલબત્ત ઉચ્ચ હોય છે. પણ તેની ભાષા અત્યંત સરળ છે. જેથી તેમના દોહા સામાન્ય માનવીના હદયમાં સોંસરવાં ઉતરી જાય છે.જેમ કે,
“बड़े बड़ाई ना करे, बड़े न बोले बोल
रहिमन हिरा कब कहे लाख टका है मोल“
પોતાના વખાણ કરનાર કયારે મોટો હોતો નથી. અને મોટા માનવીઓ કયારેય મોટાઈ વ્યક્ત કરતા નથી. જેમ સાચો હીરો કયારેય પોતાના મૂલ્યનો દેખાડો કરતો નથી.
तरुवर फल नहिं खात है, सरवर पियहि न पान
कहि रहीम पर काज हित, संपति संचहि सुजान
વૃક્ષ પોતાના ફળો ખુદ નથી આરોગતું. તે અન્ય માટે જ ફળો પેદા કરે છે. પકવે છે. જેમ તળાવ પોતાનું જળ કયારે પીતું નથી. તે માનવીઓ માટે જ જળ સંગ્રહ કરે છે. તેમજ સજ્જન માનવીઓ પોતાના સંગ્રહિત ધનનો ઉપયોગ જનકલ્યાણ માટે કરે છે.
रहिमन देख बड़ेन को, लघु न दीजिये डारि
जहाँ काम आवै सुई, कहा करै तलवारि
ગુજરાતીમાં એક કહેવત જાણીતી છે. “કોઈનો મહેલ જોઈ આપણી ઝુંપડી પાડી ન દેવાય“. એવી જ વાસ્તવિક ભાવના વ્યક્ત કરતો આ દુહો માણવા જેવો છે.મોટા અને સંપન્ન માનવીને જોઈને , તેનો સંગ કેળવીને, તેનાથી પ્રભાવિત થઈ, આપણા જુના અને ગરીબ મિત્રોનો ત્યાગ ન કરીએ. કારણ કે જે કાર્ય સોઈ કરી શકે છે તે તલવારથી નથી થતું.
तन रहीम है कर्म बस, मन राखो ओहि ओर
जल में उल्टी नाव ज्यों, खैंचत गुन के जोर
આપણું શરીર તો કર્મના બંધનથી બંધાયેલું છે. પણ મન આપણા હાથમાં છે. તેને તો સંયમથી ઈશ્વર ભક્તિમાં લીન કરી શકાય છે. જેમ જળમાં પડેલ ઉંધી નાવને દોરડાથી ખેંચી કિનારા પર લાવી શકાય છે, તેમ જ મનને પણ ભક્તિના દોરડાથી સદમાર્ગે વાળી શક્યા છે.
रहिमन वहां न जाइये, जहां कपट को हेत
हम तन ढारत ढेकुली, संचित अपनी खेत
રહીમ કહે છે હે માનવી, ત્યાં ન જઈશ જ્યાં કપટ હોવાની સંભાવના પણ હોઈ. કારણ કે કપટી માનવી આપણા શરીરના ખુનને પાણીની જેમ ચુસીને પોતાના સ્વાર્થનું ખેતર ખેડે છે. અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે.
रहिमन सीधी चाल सों, प्यादा होत वजीर
फरजी साह न हुइ सकै, गति टेढ़ी तासीर
જેમ શતરંજની રમતમાં સીધી ચાલ ચાલનાર પ્યાદો વજીર બની શકે છે. પણ હંમેશા વાંકી ચાલ ચાલનાર ઘોડો કયારેય વજીર બનતો નથી, તેમ સિધ્ધા માર્ગ પર ચાલનારને સફળતા મળે છે. પણ આડા-અનૈતિક માર્ગે ચાલનાર કયારેય સફળ થતો નથી.
संपति भरम गंवाइ के, हाथ रहत कछु नाहिं
ज्यों रहीम ससि रहत है, दिवस अकासहिं मांहि
રહીમ કહે છે સંપતિના ભ્રમમાં માનવી તમામ પ્રકારની ખરાબ આદતોનો આદિ બની જાય છે. અને એ રીતે તે પોતાની સંપતિનો વ્યય કરે છે. પણ એક દિવસ એવો આવે છે જ્યારે તેની પાસે કશું જ નથી રહેતું. સંપતિ અને પ્રતિષ્ઠા બધું જ તેની ખરાબ આદતોમાં ખત્મ થઈ જાય છે.
રહીમના કેટલાક દુહાઓ તો અર્થધટનના મોહતાજ નથી. આજે પણ તે આપણા વ્યવહારમા ઉમદા અવતરણનો બની ગયા છે. જેમ કે,
रहिमन धागा प्रेम का, मत तोड़ो चटकाय
टूटे से फिर ना जुड़े, जुड़े गाँठ परि जाय
बानी ऐसी बोलिये, मन का आपा खोय।
औरन को सीतल करै, आपहु सीतल होय॥
૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…
પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…
છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…
પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…
“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…
આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…