૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજ “મહાશિવ રાત્રી” ઉજવશે. આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર “માલકોશ” થવા લાગ્યો. રાગ માલકોશ વિશે જાણીતા સંગીતકાર મિયાં નૌશાદ અલી(૧૯૧૯-૨૦૦૬) કહે છે,
“માલકોશ ભગવાન શીવ કી કર્ણપ્રિય રચના હૈ”
આ રાગે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તો અદભૂત પ્રદાન કર્યું જ છે. પણ ફિલ્મો માટે મિયાં નૌશાદે “માલકોશ” પર આધારિત અનેક કર્ણપ્રિય ગીતો સર્જયા છે. જેણે હિન્દી ફિલ્મ સંગીતમાં કોમી એખલાસ અને સદભાવનાના અદભૂત દ્રશ્યો સર્જ્યા છે. જુના ગીતોના શોખીનો રાગ માલકોશ પર આધારિત બે ગીતો આજે પણ મનભરીને માણે છે. એક ફિલ્મ “બૈજુબાવરા”નું “મન તરપદ હરી દરશન કો આજ” અને બીજું “નવરંગ” ફિલ્મનું “આધા હૈ ચંદ્રમાં રાત આધી”. પ્રથમ ગીતના સર્જન અને તેમાં ટપકતી કોમી એખલાસની કથા જાણવા જેવી છે. ઈ.સ. ૧૯૫૨મા આપણા ગજરાતી નિર્દેશક શ્રી વિજય ભટ્ટના નિર્દેશનમાં સર્જાયેલી અત્યંત સફળ ફિલ્મ “બૈજુબાવરા”ના કૃષ્ણ ભજન “મન તરપદ હરી દરશન કો આજ”ના સર્જક છે મહંમદ શકીલ બદાયુની(૧૯૧૬-૧૯૭૦) જેને ફિલ્મી દુનિયામાં શકીલ બદાયુની તરીકે સૌ ઓળખે છે. ઉત્તર પ્રદેશના બદાયું ગામના વતની શકીલ મોહંમદ ઈ.સ. ૧૯૪૪મા ફિલ્મોમાં કિસ્મત અજમાવવા આવ્યા હતા. અને સૌ પ્રથમ નૌશાદ અલીને તેઓ મળ્યા. નૌશાદ અલીએ તેમને કઈ સંભળાવવા કહ્યું. અને શકીલમાથી શાયરી ફૂટી,
“હમ દર્દ કા અફસાના દુનિયા કો સુના દેંગે,
હર દિલ મેં મહોબ્બત કી આગ લગા દેંગે”
શકીલની શાયરીમા રોમાન્સ કરતા ઈબાદત અને ઝીંદગીની સચ્ચાઈ વધુ ઝલકતી હતી. “બૈજુબાવરા”નું ભક્તિ ગીત “મન તરપદ હરી દરશન કો આજ”તેની સાક્ષી છે. એક મુસ્લિમ શાયર “મન તડપત હરી દરશન કો આજ” લખે છે, ત્યારે તેની શુદ્ધ ધર્મ ભાવના તેમાં અભિવ્યક્ત થાય છે. જેમાં કયાંય હિંદુ-મુસ્લિમના ભેદ ભાસતા નથી. એ ગીતમાં હરીને પામવાની તડપ શકીલની દરેક કડીમાં સાકાર થયેલી જોવા મળે છે.
મન તરપત હરી દરશન કો આજ
મોરે તુમ બિન બિગરે સગરે કાજ
આ બિનતી કરત હું રખીયો લાજ….મન તરપત
તુમ રે દવારકા મેં હું જોગી
હમરી ઔર નજર કબ હોગી
સુન મોરે બ્યાકુલ મન કા બાજ….મન તરપત
બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં
દીજો દાન હરી ગુણ ગાઉં
સબ ગુની જન પે તુમ્હારા રાજ….મન તરપત
મુરલી મનોહર આસ ન તોડો
દુઃખ ભંજન મોરે સાથ ન છોડો
મોહે દરશન ભિક્ષા દે દો આજ….મન તરપત
આ ગીતના રેકોર્ડીંગની ઘટના પણ જાણવા જેવી છે. જે દિવસે મિયાં નૌશાદ આ ગીતનું રેકોર્ડીંગ કરવાના હતા. તેના આગલા દિવસે દરેક સાજિંદાને તેમણે ખાસ સુચના આપી હતી,
“કલ કૃષણ ભગવાન કી શાન મેં ગાયે જાને વાલે ઇસ ભજન કા રેકોર્ડીંગ હૈ. ઇસ લિયે આપ સબ પાક સાફ હો કર સ્ટુડીઓ પર આયેંગે.”
અને એમ જ થયું. સૌ સાજિંદાઓ પવિત્ર થઈને સ્ટુડીઓ પર આવ્યા. સૌએ પોતાના જુતા સ્ટુડીઓ બહાર જ ઉતર્યા. ગીતના ગાયક મહંમદ રફી સાહેબ હતા. તેમણે પણ સ્ટુડીઓમાં દાખલ થતા માથે રૂમાલ બાંધ્યો. અને આમ અંત્યંત પવિત્ર વાતાવરણમાં “મન તરપત હરી દરશન કો આજ” ભજનનું રેકોર્ડીંગ થયું. ભજનના રેકોર્ડીંગ દરમિયાન વાતાવરણ એટલું ભક્તિમય બની ગયું કે સાજિંદાઓને ચુકવણું કરવા હંમેશા આવતા લલ્લુભાઈ રીતસર કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની નાચવા લાગ્યા. રેકોર્ડીંગ પૂરું થવા છતાં તે નાચતા જ રહ્યા. એ દ્રશ્યને અભિવ્યક્ત કરતા નૌશાદ મિયાં કહે છે.
” લલ્લુભાઈ ભક્તીમે લીન હોકર રકશ (નાચી) કર રહે થે. ઉનકો કો સંભાલના હમારે લીયે મુશ્કેલ હો ગયા થા.બડી મુશ્કિલ સે હમને ઉન્હેં સંભાલા. યે દેખકર મહંમદ રફી સાહેબ કહેને લગે,નૌશાદ સાહબ, યે આપ કે ગીત કમાલ હૈ”
મેને કહા,
“હુજુર, યે મેરે ગીત કા નહિ રાગ માલકોશ કા કમાલ હૈ. ભગવાન શિવ કી પ્રસાદી સે બના રાગ માલકોશ લોગો કો પાગલ બના દેતા હૈ”
આજે પણ કૃષ્ણના ભક્તિ રસમા તરબતર આ ભજન જયારે પણ વાગે છે, ત્યારે મિયાં નૌશાદ, મહંમદ શકીલ અને મહંમદ રફી જેવા મુસ્લિમોની સર્વધર્મ સદભાવની ભક્તિ માટે મસ્તક નમી જાય છે.
Keep It Personal: Using GPT for Smooth Girlfriend Conversations in English Contents AI Chatbots and…
Casino NightLuck Promotion Code | Play Casino Online in the UK Contents How to Apply…
Why the Writing on https://fapwise.live/ Reads Less Scripted Than the Rest Table Why the Writing…
Общ преглед Игрално разнообразие Бонуси и промоции Сигурност и лицензиране Истории на победители ЧЗВ Кратко…
Kako delujejo igre z živimi delivci v igralnicah Igre z živimi delivci so postale ena…
Kasino spil med de højeste udbetalingsprocenter Når man søger at maksimere sine gevinster i kasino,…