Categories: Uncategorized

પ્રાર્થના : ખુદા સાથેનો સંવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૨ માર્ચે જલગાંવ (મહારાષ્ટ્ર )મા આવેલ ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનની મુલાકાત લેવાનું બન્યું.  ગાંધીજીના જીવન કવનને સાકાર કરતુ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ મ્યુઝીયમ અને ગાંધી સાહિત્યની જાળવણી સંશોધકો માટે સ્વર્ગ સમાન લાગ્યા. સંસ્થાના સ્થાપક શ્રી અશોક જૈન અને ચેરમેન પદમભૂષણ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી દ્વારા સર્જાયેલ આ સંસ્થામાં ગાંધીજીના નિયમ મુજબ રોજ સાંજે છ વાગ્યે પ્રાર્થના સ્થાને સૌ મળે છે અને સર્વધર્મ પ્રાર્થના કરે છે. એ પછી કોઈ વક્તા કોઈ પણ એક સદવિચારો પર પાંચે-દસ મિનીટ વાત કરે છે. એ દિવસે મારા શિરે પ્રાર્થના અંગે વાત કરાવાનું આવ્યું. અને મને ગાંધીજીનો જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવી ગયો. જગન્નાથજીના દર્શન હિંદુ સિવાય કોઈ ન કરી શકે, એ નિયમને કારણે ગાંધીજી દર્શન કરવા ન ગયા. પણ મહાદેવભાઇ અને કસ્તુરબા દર્શન કરી આવ્યા. ગાંધીજી નારાજ થયા. અને તેમણે સાંજે મહાદેવભાઈને પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દેવા કહ્યું. મહાદેવભાઇ એ સાંભળી દુઃખી થઇ ગયા. આખી રાત વિચારતા રહ્યા. અંતે સવારે બાપુને રાજીનામું આપ્યું. રાજીનામું જોઈ બાપુ નરમ પડ્યા અને કહ્યું,

“મહાદેવ, મારો મંત્રી જ મારા વિચાર ન માને તો પછી બીજા પાસે શું અપેક્ષા રાખું ? અને પ્રાર્થના કોઈ મુરતની નથી હોતી. મુરત તો પ્રતિક છે. આપણે પ્રાર્થના તો ઈશ્વરની કરીએ છીએ. એ માટે કોઈ મંદિર કે મસ્જિતમાં જવાની જરૂર નથી”


હિંદુ ધર્મમાં જેને આપણે પ્રાર્થના કહીએ છીએ, તેને ઇસ્લામમાં દુવા કહે છે. પણ બંનેનો આઘ્યાત્મિક અર્થ એક જ છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વર સાથે ભાવનાત્મક સંવાદ. મોટે ભાગે સંવાદમાં દુ:દર્દ દૂર કરવાની આજીજી હોય છે. મનની મુરાદોને પામવાની તમન્ના હોય છે. ખુદાને રાજી કરવાની કોશિશ હોય છે. પણ સાચી પ્રાર્થના આ બધાથી પર છે. તેમાં કઈ પામવાનો સ્વાર્થ નથી હોતો. માત્ર ઈશ્વર કે ખુદાને યાદ કરવાનો ઉદેશ જ હોય છે. આવી નિસ્વાર્થ પ્રાર્થના જ મનની શુદ્ધિનું સાધન બને છે. વળી, આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. એક ગામમાં વરસાદની પ્રાર્થના કરવા ગામના પાદરે આખું ગામ ભેગું થયું. સૌના હાથ ખાલી હતા. પણ એક પાદરી છત્રી લઈને પ્રાર્થના કરવા આવ્યા. કારણ કે તેમને શ્રધ્ધા હતી કે તેમની પ્રાર્થના સાંભળી ઈશ્વર જરૂર વરસાદ મોકલશે. અર્થાત પ્રાર્થનામાં ઇમાન, વિશ્વાસ કે આસ્થા ભળે છે ત્યારે સાચી, નક્કર પ્રાર્થના કે દુવા સર્જાય છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.
હજરત મુહંમદ બિન અન્સારીની વફાત (અવસાન) પછી તેમની તલવારના મ્યાનમાંથી એક ચિઠ્ઠી નીકળી હતી. તેમાં લખ્યું હતું,

તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો. પળે તમે જે દુવા કરશો તે કબૂલ થશે?
હજરત મહંમદ પયગમ્બર (..) ફરમાવ્યું છે,

દુવા (પ્રાર્થના) ઇબાદત (ભકિત) છે.

હજરત ઇમામ સૂફિયાન ફરમાવે છે,

અલ્લાહને તે બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે.
જો કે ઈશ્વર કે ખુદા પાસે દુવા માગવાની કે સંવાદ કરવાની પણ તહઝીબ છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

તમે તમારા પરવરદિગાર પાસે કરગરીને, આજીજીપૂર્વક, નમ્રતાથી, ધીમેથી દુવા માગો.
ઇસ્લામી
ગ્રંથોમાં દુવા માગવા માટેનો ઉત્તમ સમય પણ આપવામાં આવ્યો છે. મુજબ નમાજ માટે અઝાન થાય પછી દુવા માગો. અઝાન અને તકબીર દરમિયાન દુવા માગો. ફર્ઝ, નમાજ પછી દુવા માગો. કુરાને શરીફની તિલાવત (વાંચન) પછી દુવા માગો. આબેઝમઝમના આચમન પછી દુવા માગો.
કાબા શરીફના દીદાર (દર્શન) પછી દુવા માગો. ઉપરાંત હજયાત્રાએ જતા હાજી સાહેબોએ પવિત્ર સ્થાનો જેવાં કે કાબા શરીફની પરિક્રમા (તવાફ) સમયે, ખુદાના ઘર (બયતુલ્લાહ)ની અંદર, આબેઝમઝમના કૂવા પાસે, મકામે ઇબ્રાહીમ પાછળ, અરફાતના મેદાનમાં, ઝિલહજના દિવસે મીનામાં, હજરત મહંમદ પયગમ્બર (..)ના રોઝા મુબારક પાસે ખાસ દુવા માંગવી જોઈએ. સ્થાનોમાં દુવા માંગવાથી તે અવશ્ય કબૂલ થાય છે.
દુવાના સ્થળ જેટલી મહત્તા દુવાની પદ્ધતિની છે. દુવા કેવી રીતે માગવી, પણ ઇસ્લામ ગ્રંથોમાં સવિસ્તાર આપવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર બાબતો નીચે મુજબ આપી શકાય. દુવા હંમેશાં કિબલા તરફ મોં રાખીને કરો. દુવા કરતા સમયે અવાજ ધીમો અને નમ્ર રાખો. હેસિયતથી વધુ દુવા માગો. દુવા શકય તેટલી ટૂંકમાં, સંક્ષિપ્તમાં માગો. દુવા યકીન, વિશ્વાસ સાથે કરો. દુવા કરતા પહેલાં ભૂલોની માફી માગો. ખુદાને તે ગમે છે. સિજદામાં દુવા કરવી વધારે યોગ્ય છે.
દુવા સદ્કાર્યો, આમાલો અને પોતાની નાનીમોટી નૈતિક જરૂરિયાતો માટે કરો. કોઈનું બૂરું કરવા કે અનૈતિક બાબતો માટે કયારેય દુવા માગો.
દુવામાં ભાષા મહત્ત્વની નથી. એકાગ્રતા, આજીજી અને વિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાં છે. ગમે તે ભાષામાં દુવા કરો. ખુદા બંદાની દરેક ભાષા સમજે છે. આલીમોએ દુવા કબૂલ થવાના ચાર પ્રકારો આપ્યા છે. કેટલીક દુવાઓ તે સમયે કબૂલ થઈ જાય છે. કેટલીક દુવાઓ સમય પાકયે કબૂલ થાય છે. કેટલીક દુવાઓનો બદલો અન્યને મળે છે. જયારે દુવા કરનારને આખિરતના દિવસે તેનો બદલો મળે છે.
કેટલીક દુવાઓ આજીવનમાં કબૂલ થતી નથી પણ તે આખિરતમાં કબૂલ થાય છે.

ટૂંકમાં દુવા કે પ્રાર્થના ખુદા-ઈશ્વર સાથેનો જીવંત સંવાદ છે. તેને જેટલો સરળ, નમ્ર, આત્મીય અને વિશ્વસનીય બનાવી શકાય તેટલો બનાવો. દુવા કે પ્રાર્થના માટે સ્થળ, સમય કે રીતે એકાગ્રતા કેળવવા માટે હોય છે. જો તમે એ વગર પણ ખુદા સાથે એકાગ્રતા સાધી શકતા હો તો સ્થળ, સમય કે રીતે ગૌણ છે. અંતે તો ખુદા-ઈશ્વર તેના બંદાને આપવા તત્પર હોય છે, બસ બાઅદબ અને એકાગ્રચિત્તે માગનારની જરૂર છે.

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago